Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જંગલ બચાવીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જીવ આપ્યા હોવાના દાખલા પહેલા પણ મળતા હતા. ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વૃક્ષનો અનોખો મહિમા દર્શાવવામાં આવ્યો છે. ઈતિહાસ તરફ ડોકિયું કરીએ તો ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે. દેશમાં પર્યાવરણ બચાવવા માટે વિવિધ આંદોલન થયા છે. ચિપકો આંદોલન વિશે તો દેશભરના લોકોને જાણકારી છે. પરંતુ ઈ.સ.1730માં પર્યાવરણ કાજે થયેલા લોક આંદોલનમાં 363 લોકો શહીદ થયા હતા. રાજસ્થાનમાં આવેલ મેઘપુરના રાજાએ 1730માં નવા મહેલનું નિર્માણ કરવા માટે લાકડાની ખૂબ જરૂરિયાત હતી. તેવા સમયમાં સૈનિકો જોધપુર શહેરથી 26 કિલોમીટર દૂર આવેલ ખેજડી ગામ ખાતે વૃક્ષો કાપવા ગયા હતા. આ વિસ્તારમાં બિસ્નોઈ પ્રજા રહેતી હતી. રાજાના સૈનિકોને વૃક્ષો કાપતા અટકાવવા માટે બિસ્નોઈઓએ બંડ પોકાર્યું હતું અને 363 લોકો શહીદ થયા હતા. બિસ્નોઈ પ્રજા પંદરમી સદીથી પ્રાણીઓ અને વનસ્પતિઓના જીવનનું રક્ષણ કરતી હતી.

મેઘપુરના વિસ્તારમાં આવેલ ખેજડી ગામના લોકોએ વૃક્ષ કાપતા અટકાવવા માટે પ્રયત્ન કર્યો હતો. રાજાના સૈનિકો સામે બિસ્નોઈ મહિલા અમૃતાદેવીએ બહાદુરી દર્શાવીને અડગ ઉભી રહી હતી. સૈનિકોને વૃક્ષો પ્રત્યેની આસ્થા અને માણસની જવાબદારી અંગેનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ વિસ્તારમાં રહેતા લોકો અને રાજાના સૈનિકો વચ્ચે વાદ-વિવાદ પણ થયો હતો. વૃક્ષ પ્રેમીઓના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. સિપાઈઓએ વૃક્ષો કાપવાની તૈયારી શરૂ કરી હતી. એવા સમયમાં અમૃતા દેવી અને સાથી લોકો વૃક્ષને વીંટાળાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ આગ્રહ કર્યો કે પહેલા અમને કાપો અને ત્યાર બાદ વૃક્ષોને કાપો. બળજબરી પૂર્વક સ્થાનિકો લોકોને દૂર થવા અંગે ચેતવણી આપવામાં આવી હતી. સ્થાનિકો લોકોને દૂર થવા અંગે ચેતવણી આપવામાં આવી હતી. સ્થાનિકો લોકો વૃક્ષને વીંટળાઈ ગયા અને રાજાના માણસોને પડકારવામાં આવ્યા. આમ વસવાટ કરતી બિસ્નોઈ પ્રજા વારાફરતી આગળ આવીને મોત પસંદ કરીને વૃક્ષો અને પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો. છેવટે રાજા હાંફળા-ફાંફળા થઈને ત્યાં આવ્યા. આ દ્રષ્યો જોયું તો તરત જ તેમણે પોતાના માણસોને આ કૃત્ય કરતા અટકાવી દીધા. પરંતુ પર્યાવરણની રક્ષા કાજે 363 માણસો શહીદ થઈ ગયા હતા.

ઘટના વન સંરક્ષણના ઈતિહાસમાં અમર ગણવામાં આવે છે. તાજેતરમાં ભારત સરકારે અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એવોર્ડ વન્ય જીવોના સંરક્ષણ માટે થયેલા કેટલાક આંદોલનથી તો સૌ કોઈ પરિચિત છે. પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે થયેલું આંદોલન પણ સરાહનિય છે. જેને આજે પણ યાદ કરવું જરૂરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ