Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે દુબઈમાં ગત ચેમ્પિયન શ્રીલંકાને 72 રનથી હરાવીને રેકૉર્ડ 8મી વખત મહિલા એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

મેચમાં શેફાલી વર્મા અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શાનદાર અડધી સદી ફટકારી. ત્યારબાદ, શ્રીચરણી અને દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરીને ટીમને વિજય અપાવ્યો.
ઓપનર શેફાલી (68) અને મંધાનાએ (59) માત્ર 77 બોલમાં 129 રન ઉમેરીને ભારતને 20 ઓવરમાં પાંચ વિકેટે 183 રન સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો.

તો બીજી તરફ ભારતીય મહિલા ટીમે એશિયા કપની ટ્રોફી જીતવા પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શુભેચ્છા પાઠવી છે અને ભારતની જીત પર ખુશી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિએ એક્સ હેન્ડલ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવતો સંદેશ પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું 'મહિલા T20 એશિયા કપ ચેમ્પિયનશિપ 2026 જીતવા બદલ ટીમ ઈન્ડિયાના તમામ સભ્યોને મારા હૃદયપૂર્વક અભિનંદન. તેઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એક ટીમ તરીકે શાનદાર પ્રદર્શન કર્યું, તેમણે બધી મેચ જીતી. તેઓએ આપણા દેશને સન્માન આપ્યું છે. તેઓ આપણા યુવા, ખાસ કરીને આપણી દીકરીઓ માટે પ્રેરણાનો એક મહાન સ્ત્રોત છે. મને વિશ્વાસ છે કે તેઓ સફળતા અને ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઘણી વધુ પ્રેરણાદાયી કિસ્સાઓ ઉમેરશે.
વડાપ્રધાન મોદીએ આ જીતને ગર્વની ક્ષણ બતાવી છે, અને મહિલા ટીમને આ ખિતાબ જીતવા બદલ શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સિદ્ધીને બિરદાવતા લખ્યું 'ભારતીય ક્રિકેટ માટે ગર્વની ક્ષણ!, મહિલા ટીમને એશિયા કપ જીતવા બદલ અભિનંદન. તેમનો આત્મવિશ્વાસ, સાતત્ય અને જુસ્સો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સ્પષ્ટ જોવા મળ્યો. આ વિજય દેશભરના લાખો યુવાનોને વધુ રમવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ