Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ત્રાસવાદ એ માનવતા સામનું મોટું જોખમ છે. આ જખમનો ભાત અને જર્મની સાથે મળીને મુકાબલો કરવાનું ચાલુ રાખશે. ભારત અને જર્મની વિશ્વ સામે આવી રહેલા નવા નવા પડકારોને પહોંચી વળવા માટે સજ્જ થઈ રહ્યા છે. જી-૪ના ગુ્રપના માધ્યમથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં આ અંગે અમે ઊઠાવેલા મુદ્દાઓને અમારી તાસીરના બોલતા પુરાવાઓ છે, એમ આજે મહાત્મા ગાંધી મંદિર ખાતે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.  આ સાથે જ રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં ભારત અને એક સમાન અગ્રક્રમ ધરાવતા હોવાથી ઇન્ડિયા જર્મની સેન્ટર ઓફ એક્સિલન્સીની સ્થાપના કરવાના ભારત અને જર્મનીની સરકારે નિર્ણય કર્યો હોવાનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી મંદિર ખાતે જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્જ સાથે આપેલા એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ