વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનું ખરીદવાનું ટાળવા અને શક્ય હોય ત્યાં 'વર્ક ફ્રોમ હોમ' અપનાવવા જેવી જે અપીલ કરી છે, તેની પાછળ એક ગંભીર આર્થિક સંકટ છુપાયેલું હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું છે કે દેશની સરકારી તેલ કંપનીઓ હાલમાં ભારે આર્થિક દબાણ હેઠળ છે.
તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. તેલ કંપનીઓ મોંઘા ભાવે કાચો માલ ખરીદી રહી છે, પરંતુ સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા માટે સરકાર જૂના ભાવે જ ઈંધણ વેચી રહી છે. આ કારણે સરકારી તેલ કંપનીઓને દરરોજ ₹1,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આ ત્રિમાસિક ગાળામાં કુલ ખોટ ₹1,00,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.




936.jpg)



866.jpg)
946.jpg)
1165.jpg)
1036.jpg)
1194.jpg)
294.jpg)
339.jpg)
371.jpg)





