જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો કરનાર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને અમેરિકાએ આતંકી સંગઠન જાહેર કર્યું છે. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો હોવા છતાં, ભારત અમેરિકાને TRFને આતંકવાદી સંગઠન જાહેર કરાવવામાં સફળ રહ્યું છે. નોંધનીય છે કે, ટીઆરએફને આતંકી સંગઠન જાહેર કરવામાં અમેરિકાને 6 વર્ષ કેમ લાગ્યા તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ નિવેદનમાં પાકિસ્તાનનું નામ કેમ નથી લીધું તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.