Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનમાં મોતની સજાનો સામનો કરી રહેલા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સાથે જોડાયેલા કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ) આજે ચુકાદો સંભળાવશે. નેધરલેન્ડના ધ હેગમાં સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટમાં ભારતીય સમયાનુસાર સાંજે 6.30 વાગ્યાથી સાર્વજનિક સુનવણી થશે. તેમાં મુખ્ય ન્યાયાધીશ અબ્દુલકાવી અહમદ યુસુફ નિર્ણય વાંચી સંભળાવશે.

આ ચુકાદા માટે પાકિસ્તાનના કાયદાકીય નિષ્ણાતની એક ટીમ હેગ પહોંચી ગઇ છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની કાયદાકીય ટીમનું નેતૃત્વ દેશના મહાન્યાયવાદી મંસૂર ખાન કરી રહ્યા છે. ટીમની સાથે પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવકતા મોહમ્મદ ફૈસલ પણ હેગ પહોંચી ગયા છે. પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે દેશના કાયદાકીય નિષ્ણાતોના મતે આઇસીજે કુલભૂષણ જાધવને છોડવાના ભારતીય અનુરોધને ઠુકરાવી દેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ