Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં કેન્યા રાષ્ટ્રના 56 મો ઈન્ડિપેન્ડેન્સ ડે - જમ્હૂરી ડેની કેન્યા રાષ્ટ્રના પાટનગર નાઈરોબીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરે  પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ આફ્રિકાના વિકાશીલ દેશ કેન્યામાં નાઈરોબીના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે કેન્યાના 56 મા  જમ્હૂરી ડે એટલે કે સ્વાતંત્ર્ય દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. 12,ડિસેમ્બર 1963ના રોજ કેન્યાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. આ સમયગાળા દરમિયાન સનાતનધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પણ હાજર હતા. તેઓ પાંચમી વખત પૂર્વ આફ્રિકાના વિચરણાર્થે પધાર્યા હતા અને પાંચ મહિના સુધી અહીં વિચરણ કર્યું હતું.   આ પ્રસંગે સ્વામીબાપાએ કેન્યાના રાષ્ટ્રપતિ જોમો કેન્યાટાને કેન્યા રાષ્ટ્રને વિકટ પરિસ્થિતિથી મુક્ત કરવાના આશીર્વાદ આપ્યા હતા. રાષ્ટ્રીય પર્વે કેક કાપી અને રાષ્ટ્રધ્વજ લહેરાવીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડના નાઈરોબીના સભ્યોએ રાષ્ટ્ર ગીતના સૂરો રેલાવ્યા હતા. તેમજ નાના નાના ભૂલકાંઓએ ફેસ પેઇન્ટિંગથી દેશભક્તિ પ્રદર્શિત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ