Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ કરાયા બાદ વિદેશી દારૂનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ 2024-25ના એક વર્ષમાં જ 55,638 લિટર વિદેશી દારૂ જ્યારે બે વર્ષમાં 60 હજાર લિટરથી વધુ વિદેશી દારૂ વેચાયો છે.
ગિફ્ટ સિટીમાં આવેલી કોર્પોરેટ ઑફિસો અને ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઑફિસ સાથે દેશ-વિદેશના લોકોની, ઉદ્યોગપતિઓની તથા અધિકારીઓની અવરજવર વધુ હોય છે, ત્યારે સરકાર દ્વારા ગિફ્ટ સિટી પ્રોજેક્ટને આગળ વધારવા માટે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી શરૂ કરવામાં આવી હતી. આ ફેસિલિટી શરૂ થવા સાથે વિદેશી દારૂનું સેવન અને વેચાણ બંનેમાં વધારો થયો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ