Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ બરોબરના વાગી ગયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ 10 હજાર જેટલી બેઠકો પર 25 હજારથી પણ વધુ ઉમેદવારો ઝંપલાવ્યુ છે. આ સંજોગોમાં શાસક પક્ષથી લઈને વિપક્ષ બધાએ તેમની દુદુંભી વગાડી દીધી છે.
ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે પણ પ્રચારની કમાન પોતાના હાથમાં સંભાળી લીધી છે. તેઓ એક પછી એક જિલ્લાઓ, તાલુકાઓમાં સભાઓ ગજવવા માંડી છે. આના જ ભાગરૂપે સીએમ ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠા અને વાવથરાદમાં ઝંઝાવતી પ્રચાર કરશે.
આ પ્રચાર અભિયાનના ભાગરૂપે સીએમ ઢીમા યાત્રાધામની મુલાકાતે આવશે. મુખ્યમંત્રી ધરણીધર ભગવાનના દર્શન કરશે. તેના પછી થરાદમાં વિશાળ મહિલા સંમેલન યોજશે. આમ મહિલા મતદારોને એકજૂથ કરવાનો સીએમ પ્રયાસ કરશે. તેમા પણ તાજેતરમાં વિપક્ષે સંસદમાં 33 ટકા મહિલા અનામતને નિષ્ફળ બનાવી તે મુદ્દો પણ ચોક્કસપણે ગાજશે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ