Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધની અસર હવે ભારત પર જોવા મળી રહી છે. ભારતમાં રાંધણ ગેસની અછતના ભણકારા વાગવાના શરૂ થઈ ગયા છે. ભારતનો આયાતી ગેસ પૂરવઠો ખોરવાઈ જતા કેન્દ્ર સરકારે ઉદ્યોગોની જગ્યાએ જનતાને પ્રાથમિક્તા આપી છે. સરકારે ઘરેલુ સ્તરે ઉત્પાદિત પ્રાકૃતિક ગેસની ફાળવણીની પ્રાથમિક્તા નિશ્ચિત કરતા નવી વ્યવસ્થામાં એલપીજી, સીએનજી અને પાઈપથી મળતા રસોઈ ગેસને મહત્વ આપ્યું છે. સાથે સરકારે એલપીજીનું ઉત્પાદન ૧૦ ટકા વધારવા નિર્દેશ આપ્યા છે. દેશમાં ગેસની અછતની પહેલી અસર હોટેલ અને રેસ્ટોરાં પર દેખાવા લાગી છે. અનેક શહેરોમાં હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ