Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ 20 સપ્ટેમ્બરના સવારે 6 વાગ્યાથી 21 સપ્ટેમ્બરના સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 93 તાલુકામાં વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લાના(Gujarat Weather) મહુવામાં સૌથી વધુ 105 મિમી એટલે કે 4.13 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ રાજકોટના ગોંડલમાં 92 મિમી અને જૂનાગઢના માણાવદરમાં 71 મિમી વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ શહેરમાં 60 મિમી અને વંથલીમાં 52 મિમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં  પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ