Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્ક ફરી એકવાર ભારતના ઇન્ટરનેટ બજારમાં હલચલ મચાવવા માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં, મસ્કે જણાવ્યું હતું કે તેમની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની, 'સ્ટારલિંક', ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં ઇન્ટરનેટ ઍક્સેસ વિનાના ભારતીયો માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થશે.
મસ્કનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સ્ટારલિંકે ભારતમાં તેની સેવાઓ શરૂ કરવા માટે સરકાર પાસેથી નવી મંજૂરી માંગી છે. એક અહેવાલ મુજબ, કંપનીએ તેની નવી અને અદ્યતન 'ઝેન 2' સેટેલાઇટ સિસ્ટમ અને 'ડાયરેક્ટ-ટુ-ડિવાઇસ' (D2D) ટેકનોલોજી અંગે મંજૂરી માટે અરજી કરી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ