પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધિત ભાકપા માઓવાદી સંગઠનના સેન્ટ્રલ કમિટી સભ્ય (CCM) અસીમ મંડલ ઉર્ફ આકાશે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. અસીમ મંડલ પર ઝારખંડ અને ઓડિશા સરકાર તરફથી કૂલ 2.20 કરોડ રૂપિયાનું ઈનામ જાહર કરાયું હતું. તેમાં ઝારખંડ સરકાર તરફથી 1 કરોડ અને ઓડિશા સરકાર તરફથી 1.20 કરોડ રૂપિયાનું ઈનામ સામેલ છે. ઝારખંડ પોલીસ મુખ્યાલય દ્વારા અસીમ મંડલના બંગાળમાં આત્મસમર્પણ કરવાની પુષ્ટિ કરવામા આવી છે.
અસીમ મંડલ બંગાળમાં આત્મસમર્પણ કરશે તેની જાણકારી ઈટીવી ભારતે પહેલા જ આપી હતી. હવે અસીમના આત્મસમર્પણે ઈટીવીની ખબર પર મહોર લગાવી દીધી છે. ઝારખંડ પોલીસ મુખ્યાલયમાંથી મળેલી જાણકારી અનુસાર અસીમ મંડલ સુરક્ષાદળોના વ્યાપક અભિયાનથી નાસતો ફરતો હતો. કોઈ રીતે તે બંગાળ પહોંચવામા સફળ થઈ ગયો. જ્યાર બાદ તેણે બંગાળ પોલીસ સામે આત્મસમર્પણની ઈચ્છા વ્યક્ત કરી.




13.jpg)


124.jpg)
2.jpg)
.jpg)
9.jpg)
38.jpg)
56.jpg)
55.jpg)
37.jpg)
233.jpg)
