Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાઉદી અરેબિયામાં સુરક્ષા સ્થિતિ વણસતા ભારતે પોતાના નાગરિકો માટે તાજી એડવાઈઝરી જાહેર કરી છે. દુબઈથી મળતા અહેવાલ મુજબ, ભારતે મંગળવારે સાઉદી અરેબિયામાં રહેતા પોતાના નાગરિકોને શાંત રહેવા અને સતર્ક રહેવા સલાહ આપી છે. સાઉદી અરેબિયા યમનના ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ દ્વારા નાગરિક માળખાને નિશાન બનાવીને કરવામાં આવતા ઘાતક ડ્રોન અને મિસાઈલ હુમલાઓની શ્રેણીનો સામનો કરી રહ્યું છે.
ભારતીય દૂતાવાસે તેની તાજેતરની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, "વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સાઉદી અરેબિયા સામ્રાજ્યમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને શાંત અને સતર્ક રહેવા, હવાઈ હુમલાના કિસ્સામાં ઘરની અંદર રહેવા અને સત્તાવાર ચેનલો દ્વારા સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે."
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ