Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની બીજી ટર્મને એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શનિવારે દેશવાસીઓને સંબોધતો એક ખુલ્લો પત્ર લખ્યો છે. પીએમ મોદીએ આ પત્રમાં દેશમાં પ્રવર્તેલી કોરોના વાયરસ મહામારીથી લઈને અર્થતંત્ર અંગેની વાત રજૂ કરી છે. આ ઉપરાંત પરપ્રાંતિય મજૂરોની વેદનાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સામાન્ય સ્થિતિમાં પીએમ મોદી લોકોની વચ્ચે હાજર રહીને પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે પરંતુ તાજેતરમાં લોકડાઉનની સ્થિતિને પગલે તે શક્ય નહીં હોવાથી આ પત્ર લખ્યો હોવાની સ્પષ્ટતા વડાપ્રધાને કરી હતી.

છેલ્લા એક વર્ષમાં તેમની સરકારે લીધેલા ઔતિહાસિક પગલાંઓને લીધે દેશમાં ઝડપથી વિકાસ થયો હતો. જો કે તેમણે સ્વીકાર્યું કે હજુ પણ ઘણું કરવાનું છે અને દેશ સમક્ષ અનેક મુશ્કેલીઓ તેમજ પડકારો ઊભા છે.

‘કોરોના જંગમાં ભારતે દુનિયાનો દ્રષ્ટિકોણ બદલ્યો’

પીએમ મોદીએ પત્રમાં કોરોના વાયરસ મહામારીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હું દિવસ-રાત કામ કરી રહ્યો છું. મારામાં કોઈ ત્રુટી હશે પરંતુ આપણા દેશમાં કોઈ જ નથી જણાતી. હું દેશવાસીઓમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવું છું, તમારી શક્તિ અને ક્ષમતામાં મને મારા કરતા પણ વધારે વિશ્વાસ છે. કોરોના વાયરસ સામેની જંગમાં દેશે જે એકતાના દર્શન કરાવ્યા છે તેનાથી વિશ્વના લોકો પણ અચંબિત થયા છે અને મને વિશ્વાસ છે કે આર્થિક પુનરુત્થાનામાં પણ તે એક દ્રષ્ટાંતરૂપ બની રહેશે.

એકતરફ વિરાટ આર્થિક સંશાધનો તેજ કુશળ હેલ્થકેર સિસ્ટમ ધરાવતી શક્તિઓ હતી, જ્યાં બીજીતરફ દેશમાં અન્ય મુશ્કેલીઓની સાથે વિશાળ વસ્તી તેમજ મર્યાદિત સંશાધનોનો પડકાર પણ હતો. ઘણા લોકોને લાગતું હતું કે ભારત કોરોનના વાયરસની લપેટમાં આવ્યા બાદ તે વિશ્વ માટે એક સમસ્યા બની રહેશે પરંતુ ભારતે વિશ્વના આ દ્રષ્ટિકોણને બદલી નાંખ્યો.

પરપ્રાંતિય મજૂરોની વેદનાને વાચા આપી

પીએમે પત્રમાં પરપ્રાંતિયો મજૂરો, કારીગરો તેમજ લઘુ ઉદ્યોગના કામદારો, ફેરિયાઓ સહિત તમામ લોકોને પડેલી મુશ્કેલીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ મહામારીમાં દરેકને ઓછાવત્તા પ્રમાણમાં સહન કરવું પડ્યું છે. આપણે સૌએ એક થઈને તેમની મુશ્કેલીઓનો અંત લાવવાનો નિર્ધાર કર્યો છે.

વડાપ્રધાને દેશવાસીઓને જણાવ્યું હતું કે તેઓ ચુસ્તપણે નિયમો તેમજ માર્ગદર્શિકાનું પાલન કરે. અત્યાર સુધી જે પ્રકાશે સંયમ રાખ્યો છે તે આગળ પણ જાળવી રાખે. વિશ્વના અન્ય દેશોની તુલનાએ ભારત હાલમાં સુરક્ષીત છે તેથી જ તે એક સુરક્ષીત સ્થળ બન્યું છે. ભારત માટે કોરોના વાયરસનો જંગ ઘણો લાંબો છે પરંતુ તેના વિજયપથ પર આપણે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ અને આપણે આ જંગ જીતીને જ રહીશું.

કોરોના વાયરય પછીના વિશ્વમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા કેવી હશે તે અગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મોદીએ જણાવ્યું કે ભારતે પોતાની એકતાની તાકાતથી જે રીતે વિશ્વને ચોંકાવ્યું છે તે પ્રમાણે આર્થિક પુનરુત્થાનમાં પણ આપણે મિશાલ બનીશું, તેમ વડાપ્રધાને પત્રમાં જણાવ્યું હતું.

આત્મનિર્ભરતા અંગે તેમણે કહ્યું કે, આ સમયની માંગ છે. આપણે વ્યક્તિગત ક્ષમતાના બળે આગળ વધવું પડશે. આ માટે એક જ વિકલ્પ છે- આત્મનિર્ભર ભારત. તાજેતરમાં સરકારે જાહેર કરેલા 20 લાખ કરોના આર્થિક પેકેજથી આ દિશામાં મહત્વની મદદ મળી રહેશે.  આનાથી દરેક ભારતીય માટે એક નવી તક ઉભરશે. ખેડૂતો, કામદારો, નાના ઉદ્યોગસાહસિકો અને યુવાનો તેમજ સ્ટાર્ટ અપ્સને પણ તેનો લાભ મળશે.

મોદી સરકાર 2.0ની કામગીરીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે સંસદની ફળદ્રુપતામાં પણ વધારો થયો છે અને સંખ્યાબંધ ખરડાઓ પસાર કરાવવામાં આવ્યા હતા. મોદીએ જણાવ્યું કે આ ગાળામાં કલમ 370 નાબૂદ કરવામાં આવી જે દેશના એકતા તેમજ અખંડિતતા માટે મહત્વનો નિર્ણય હતો. આ ઉપરાંત રામ મંદિરનો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો. તેમની સરકારે ટ્રિપલ તલાકના કાયદાને હટાવ્યો. આ ઉપરાંત નાગરિકતા સંશોધન કાયદો ભારતીયોની કરૂણા અને સમાવિષ્ટતાની ભાવનાનું ઉદાહરણ છે. સબકા સાથ સબકા વિકાસ તેમજ સબકા વિશ્વાસ સાથે દેશ તમામ ક્ષેત્ર આગળ વધી રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ