Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી વાર્ષિક રમતોત્સવ ‘ખેલ મહાકુંભ 2026’ (Khel Mahakumbh) નું ભવ્ય આયોજન રાજ્યમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ સ્ટેટ લેવલની ઇવેન્ટ પાછળ કુલ રૂ. 100 કરોડથી વધુનો તોતિંગ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેમાં માત્ર વિજેતા ખેલાડીઓને ઇનામો આપવા પાછળ જ આશરે રૂ. 45 કરોડ ફાળવવામાં આવ્યા છે. વડોદરા ખાતે આ ભવ્ય રમતોત્સવનું આયોજન તથા ઉદ્ઘાટન થનાર છે, જેમાં જુદા જુદા 7 વયજૂથ અંતર્ગત 39 જેટલી વિવિધ રમતોની રોમાંચક સ્પર્ધાઓ યોજાશે.
આ વર્ષે ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી ઉત્સાહ જોવા મળ્યો છે અને રેકોર્ડબ્રેક 76,02,178 ખેલાડીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન (Registration) કરાવ્યું છે. ગત વર્ષે યોજાયેલા રમતોત્સવની સરખામણીએ આ વર્ષે સાડા ત્રણ લાખ જેટલા વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010 માં જ્યારે રાજ્યમાં પહેલીવાર આ રમતોત્સવનો પ્રારંભ થયો હતો, ત્યારે માત્ર 16.5 લાખ ખેલાડીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે સમયની સાથે હવે અનેકગણું વધી ગયું છે
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ