Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ ગણાતો અબ્દુલ રહેમાન મક્કી કે જેની પાકિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેને પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવાના આકા હાફિઝ સઈદનો નિકટનો સબંધી પણ ગણવામાં આવે છે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલના રીપોર્ટ મુજબ અબ્દુલ રહેમાન મક્કી જમાત ઉદ દાવાની ચેરિટી પાંખ ફલાહ-એ-ઈન્સાનિયતનો પ્રભારી પણ છે.

જણાવી દઈએ કે અબ્દુલ મક્કીની પાકિસ્તાન સરકારની ટીકા કરવા બદલ અને ધૃણાસ્પદ નિવેદન આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ફલાહ-એ-ઈન્સાનિયત પર તાજેતરમાં જ પંજાબ પ્રાંતની સરકાર પ્રતિબંધ લગાવી ચુકી છે. જેના ભાગરુપે કરાયેલી કાર્યવાહીમાં આજે મક્કીની પણ ધરપકડ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ હુમલા પાછળ મક્કીનું ભેજુ પણ હતુ. તેને આ હુમલા બાદ ભારત સરકારે મોસ્ટ વોન્ટેડ આતંકી જાહેર કર્યો હતો.

અગાઉ તે PM મોદીને કાશ્મીરને આઝાદી અપાવવાના મુદ્દે ચેલેન્જ પણ આપી ચુક્યો છે. તેના પર 20 લાખ ડોલરનુ ઈનામ પણ જાહેર કરાયુ હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ