Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચારોના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. આવી જ એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક મહિલા સામૂહિક દુષ્કર્મનો ભોગ બન્યા બાદ ફરિયાદ કરવા પોલીસ મથક પહોંચી હતી. જ્યાં ફરજ પર હાજર અધિકારીએ જ મદદ કરવાને બદલે તેણી પર દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના ઉછ શરીફ શહેરની છે. મહિલાએ દાવો કર્યો કે, પોલીસ ઓફિસર પૂછપરછ કરવાના બહાને તેણીને તેના ઘરે લઈ ગયો હતો. બાદમાં ઓફિસરે તેના પર હુમલો કર્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ દાવો કર્યો છે કે, ઓફિસરે દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો છે

પાકિસ્તાનના ન્યૂઝ પેપર ડોનના જણાવ્યા પ્રમાણે, આરોપી આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા અહમેદપુર પશ્ચિમ ખાતે તેના પર થયેલા સામૂહિક દુષ્કર્મનો કેસ નોંધાવવા ગઈ હતી. મહિલા પર બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાના જણાવ્યા પ્રમાણે, પોલીસ અધિકારીએ તેને 12મી ફેબ્રુઆરીના રોજ સમન્સ પાઠવ્યું હતું અને તેણીનું નિવેદન નોંધવાની વાત કરી હતી.

આ બનાવ બાદ લોકો પોલીસ પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ બનાવના વિરોધમાં લોકો લાહોરમાં એકઠા થયા હતા અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ આ બનાવ અંગે દુઃખ તેમજ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ