Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતે શનિવારે નેપાળમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નેતૃત્વમાં બનેલી નવી વચગાળાની સરકારનું સ્વાગત કર્યું. શુક્રવારે મોડી રાત્રે સુશીલા કાર્કીએ નેપાળના પ્રથમ મહિલા વડાંપ્રધાન તરીકે શપથ લીધા.
આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ નેપાળમાં નવી વચગાળાની સરકારનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે આનાથી શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે. એક નજીકના પાડોશી, લોકશાહી દેશ અને લાંબા ગાળાના વિકાસ ભાગીદાર તરીકે, ભારત બંને દેશોના લોકો અને તેમની સુખાકારી અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ