Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે જેમાં તેમણે નાગરિકોને સોનું ન ખરીદવા, વિદેશ પ્રવાસ ઘટાડવા અને પેટ્રોલનો ઉપયોગ ઓછો કરવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી 'કમ્પોમાઇજ્ડ છે, માટે તે દેશ ચલાવવામાં સક્ષમ નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાનના શબ્દો નિષ્ફળતાનો પુરાવો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "ગઇકાલે મોદીજીએ જનતાને બલિદાન આપવા હાકલ કરી કે- સોનું ન ખરીદો, વિદેશ પ્રવાસ ન કરો, પેટ્રોલ ઓછું વાપરો, ખાતર અને રસોઇ તેલ પર કાપ મૂકો, મેટ્રોનો ઉપયોગ કરો અને ઘરેથી કામ કરો."
રાહુલ ગાંધીએ કહ્યું, "આ સલાહના શબ્દો નથી. તે નિષ્ફળતાનો પુરાવો છે." રાહુલ ગાંધીએ કહ્યું કે 12 વર્ષમાં દેશ એવી પરિસ્થિતિમાં આવી ગયો છે કે જ્યાં જનતાને શું ખરીદવું અને શું ન ખરીદવું, ક્યાં જવું અને ક્યાં ન જવું તે કહેવું પડે છે. તેમણે કહ્યું કે તેઓ પોતાની જવાબદારીથી બચવા માટે વારંવાર જનતા પર જવાબદારી નાખે છે. રાહુલ ગાંધીએ કહ્યું, "સમાધાન કરનાર વડાપ્રધાન હવે દેશ ચલાવવામાં સક્ષમ નથી."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ