ઉત્તર પ્રદેશના કાનપુર શૂટઆઉટ કેસમાં ગેંગસ્ટર વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયા બાદ હવે એક નવો વળાંક આવ્યો છે. વિકાસ દુબેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવનાર રાહુલ તિવારી ગુમ થઈ ગયો છે. રાહુલ દ્વારા નોંધવામાં આવેલી FIRના આધારે 3 જુલાઈએ પોલીસની ટીમ વિકાસ દુબેને પકડવા માટે બિકરૂ ગામ ગઈ હતી. ડીએસપી દેવેન્દ્ર મિશ્રાના નેતૃત્વમાં ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો હતો જેમાં ડીએસપી મિશ્રા સહિત 8 પોલીસકર્મી શહીદ થયા હતા. આ મામલામાં મુખ્ય આરોપી વિકાસ દુબેના એન્કાઉન્ટર બાદ હવે નવી જાણકારી સામે આવી રહી છે.