Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકાર હવે સંકટમાં છે. અશોક ગહેલોતે ભાજપ પર સરકાર પાડવાનો આરોપ લગાવ્યો તો ભાજપે કહ્યું કે આ કોંગ્રેસનો આંતરીક મામલો છે. ત્યારે હાલ રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશ જેવો ઘટનાક્રમ સર્જાઇ રહ્યો છે. એવામાં પાર્ટીના દિગ્ગજ નેતાનાં એક ટ્વિટથી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.

કપિલ સિબ્બલનું સૂચક ટ્વિટ 

કપિલ સિબ્બલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે 'પોતાની પાર્ટીને લઈને ચિંતિત છું. શું ઘોડા તબેલામાંથી નીકળી જશે પછી આપણે જાગીશું ?' નોંધનીય છે કે સિબ્બલે આ ટ્વિટમાં સીધી રીતે રાજસ્થાનનું નામ નથી લીધું પરંતુ તે રીતે વર્તમાનમાં ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે તેને જોતા ઈશારો રાજસ્થાન તરફ હોવાનું જ માનવામાં આવી રહ્યું છે. 

અશોક ગેહલોતે આપી સ્પષ્ટતા 

સીએમ ગહેલોત અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચે આંતરીક ખેંચતાણની ચર્ચા તેજ છે ત્યારે સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર SOGની એક નોટીસના કારણે સચિન પાયલોટ નારાજ થયા હોય તેવા અહેવાલ સામે આવ્યા હતા. જોકે બાદમાં અશોક ગેહલોતે પણ તેના પર સ્પષ્ટતા આપી છે. બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલની ટ્વિટથી રાજનીતિક ચર્ચાએ જોર પકડ્યું છે. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે મીડિયા દ્વારા તેને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો 

મીડિયાનાં અહેવાલો અનુસાર મોડી રાત્રે સચિન પાયલટ જૂથના 15 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હતા જે બાદ હાઈકમાન્ડની પણ ઊંઘ ઉડી ગઈ છે. નોંધનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા અને પાયલટ બંને સારા મિત્ર છે અને એ પણ ચર્ચા છે કે સચિન પાયલટ ભાજપના સંપર્કમાં છે. જ્યારે પાર્ટી દ્વારા ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો તો રાજસ્થાનના કેટલાક ધારાસભ્યોના ફોન બંધ આવે છે. 

ભાજપ પર લાગ્યા આરોપ 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે આ પહેલા આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય નેતૃત્ત્વના ઇશારે ભાજપના નેતાઓ તેમની સરકાર ઊથલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોને 25-25 કરોડ રૂ.ની લાલચ અપાઇ રહી છે. તેમને 10 કરોડ રૂ. એડવાન્સ અને 15 કરોડ રૂ. સરકાર ગબડ્યા બાદ આપવાનું કહેવાઇ રહ્યું છે. 

ગહેલોતે ભાજપના નેતા ગુલાબચંદ કટારિયા, પ્રદેશપ્રમુખ ડૉ. સતીશ પૂનિયા અને વિધાનસભામાં વિપક્ષના નાયબ નેતા રાજેન્દ્ર રાઠોડના નામ લઇને કહ્યું કે સરકાર ઊથલાવવા ભાજપ બધી જ હદ પાર કરી ચૂક્યો છે. રાજસ્થાન પોલીસની સ્પેશિયલ ફોર્સે ધારાસભ્યોની સોદાબાજી અને સરકારને અસ્થિર કરવાના આરોપસર શુક્રવારે કેસ દાખલ કર્યો હતો, જે મામલે શનિવારે 2 શખસની ધરપકડ કરાઇ છે. રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 ધારાસભ્યમાંથી 107 કોંગ્રેસના જ્યારે 72 ભાજપના છે. 13માંથી 12 અપક્ષ ધારાસભ્યનું પણ કોંગ્રેસને સમર્થન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ