Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ સ્પેસ-એક્સ (SpaceX)ના સીઈઓ એલન મસ્ક દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટીકા અને ભારતમાં 'સ્ટારલિંક'(Starlink) સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરવામાં થયેલા વિલંબ અંગે પ્રતિક્રિયા આપી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ક્યારેય સ્પર્ધાથી ડર્યા નથી અને દેશમાં કાર્યરત તમામ કંપનીઓએ ભારતીય કાયદાઓ અને નીતિઓનું પાલન કરવું આવશ્યક છે.
શુક્રવારે એક નિવેદન જાહેર કરતા રિલાયન્સે કહ્યું કે, ભારતનું રોકાણ વાતાવરણ એવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સાહસોને આવકારે છે, જે નવીનતાને પ્રોત્સાહન આપે છે અને લોકોના જીવનમાં સુધારો લાવે છે. કંપનીએ ઉમેર્યું કે, આવી ખુલ્લી વ્યવસ્થાને કાયદાના શાસન અને સુસંગત નિયમનકારી પ્રક્રિયાનું સમર્થન હોવું જોઈએ.
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ