Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ શહેરમાં રસ્તા પરના ખાડા અને બિસ્માર કૉન્ક્રિટ રોડના સમારકામ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીઓપોલીમર ટેકનોલોજી અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ પદ્ધતિમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી અને સમારકામ બાદ રસ્તો લાંબા સમય સુધી બંધ રાખવાની જરૂર પણ નહીં રહે. શહેરના છ ઝોનમાં કૉન્ક્રિટ રોડના રિપેરિંગ માટે પાંચ કરોડ રૂપિયાથી વધુના ખર્ચની દરખાસ્તને રોડ એન્ડ બિલ્ડિંગ્સ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ