નાળાના વેકેશન, લગ્નની સીઝન અને કારખાનાઓમાં પણ રજા જાહેર થતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે. જોકે, રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા સામે ટ્રેનોની અછતને કારણે આજે ઉધના રેલવે સ્ટેશન યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુસાફરો કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહ્યા બાદ ધીરજ ખૂટતા ભાગદોડ જેવો માહોલ સર્જાયો હતો. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. રેલવે સ્ટેશન પર પીવાના પાણીની પણ સુવિધા ન હતી. પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે તરસ્યા મુસાફરો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર, રેલવે સ્ટેશન પર પાંચ કિલોમીટર જેટલી લાંબી મુસાફરોની લાઈન જોવા મળી હતી.




128.jpg)


939.jpg)
732.jpg)
773.jpg)
1183.jpg)
1026.jpg)
1158.jpg)
209.jpg)
236.jpg)
288.jpg)





