Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળના 800 વર્ષ જૂના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશે સુપ્રીમ કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસ મોટી બેન્ચને આપ્યો છે. આમ, હવે 7 જસ્ટિસની પેનલ દ્વારા આ કેસનો ચુકાદો આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે તેમનો પહેલાનો નિર્ણય ફેરબદલ કરતાં કહ્યું છે કે, આ કેસ મંદિર સુધી સીમિત નથી. જોકે સુપ્રીમ કોર્ટે હાલમાં મહિલાઓના પ્રવેશને યથવાત રાખવાનો નિર્ણય આપ્યો છે.

કોર્ટે 28 સપ્ટેમ્બર 2018ના રોજ 4:1ની બહુમતીથી મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી હતી. ત્યારપછી કેરળના ઘણાં જિલ્લામાં વિરોધ અને હિંસક પ્રદર્શન થયા હતા. ત્યાર પછી આ ચુકાદા પર પુન:વિચારણાની અરજી દાખલ કરવામાં આવી હતી. તે સિવાય 64 અન્ય અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. આ વિશે 6 ફેબ્રુઆરીએ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો.

ગુરુવારે નિર્ણય સંભળાવવાની બેન્ચમાં જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોક્ષા પણ સામેલ થયા હતા.

કોર્ટની એક માત્ર મહિલા જજે કહ્યું હતું- ધાર્મિક મુદ્દાઓ સાથે ચેડા ન કરવા જોઈએ

  1. સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપતા કહ્યું હતું કે, વર્ષો જૂની હિન્દુ ધાર્મિક પ્રથા ગેરકાયદે અને ગેરબંધારણીય છે.
  2. જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાએ કહ્યું હતું- ધર્મનિરપેક્ષતાનું માહોલ જાળવી રાખવા માટે કોર્ટે ધાર્મિક અર્થ સાથે જોડાયેલા મુદ્દાઓ સાથે ચેડા ન કરવા જોઈએ.
  3. જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું હતું કે, શારીરિક કારણોસર મંદિરમાં આવતા રોકવાનો રિવાજ યોગ્ય નથી. આ નિયમ પુરુષ પ્રધાન વિચારસરણી દર્શાવે છે.
  4. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, મહિલાઓને માસિક ધર્મના કારણે મંદિરમાં આવતી રોકવી અબંધારણીય અને માનવતા વિરુદ્ધ છે.
  5. પ્રદર્શન દરમિયાન 72 લોકોની ધરપકડ થઈ, 15 હજાર પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા હતા
  6. કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ કેરળના રાજપરિવાર અને મંદિરના મુખ્ય પુજારીયો સહિત ઘણાં હિન્દુ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં પુન:વિચારણા અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટે સુનાવણીનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટના નિર્ણયનો સમગ્ર રાજ્યમાં વિરોધ થયો હતો. વિરોધ-પ્રદર્શન દરમિયાન અંદાજે 72 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યમાં 15 હજાર પોલીસ તહેનાત કરવામાં આવ્યા હતા. સબરીમાલા કાર્યસમિતિએ આરોપ લગાવ્યો હતો કે, સુપ્રીમ કોર્ટે દરેક ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપીને રીત-રિવાજો અને પરંપરાને નષ્ટ કરી દીધી છે.

ભગવાન અયપ્પા બ્રહ્મચારી, 10-50 વર્ષની મહિલાઓનો પ્રવેશ વર્જિત
800 વર્ષ જૂના મંદિરમાં મહિલાઓના પ્રવેશ વિશે દશકાઓથી વિવાદ ચાલી રહ્યો છે. માન્યતા છે કે, 12મી સદીના ભગવાન અયપ્પા નિત્ય બ્રહ્મચારી છે. તેના કારણે મંદિરમાં 10-50 વર્ષની મહિલાઓને પ્રેવશ આપવામાં આવતો નથી.

આ વર્ષે જાન્યુઆરીમાં 50 વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાઓએ પોલીસકર્મીઓ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અહીં તેમણે પૂજા પણ કરી હતી. ત્યારપછી મંદિરનું શુદ્ધીકરણ કરવામાં આવ્યું હતું.

1990માં મહિલાઓના પ્રવેશનો મુદ્દો ઉઠ્યો હતો

  • 29 વર્ષ પહેલાં 1990માં મંદિરના પરિસરમાં 10-50 વર્ષની મહિલાઓના પ્રવેશનો મુદ્દો ઉભો થયો હતો. તેમને રોકવા માટે કેરળ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
  • કોર્ટે અરજી મામલે ચુકાદો આપ્યો હતો અને સબરીમાલા મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંઘની સદીઓ જૂની પરંપરાને યોગ્ય ગણાવી હતી.
  • 2006માં આ પ્રતિબંધને પડકાર મળ્યો હતો. ત્યારથી સબરીમાલા વારંવાર ચર્ચામાં આવે છે.
  • 2006માં કન્નડ અભિનેત્રી જયમાલાએ દાવો કર્યો હતો કે તેઓ 1987માં ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. મંદિર પ્રમુખે કહ્યું હતું કે, ભગવાન નારાજ છે કારણકે મંદિરમાં યુવા મહિલા આવી હતી.
  • 2007માં કેરળની લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારે હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ યંગ લોયર એસોસિયેશનની અરજીના સમર્થનમાં એફિડેવિટ દાખલ કરી હતી.
  • ફેબ્રુઆરી 2016માં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકાર આવી તો મહિલાઓને પ્રવેશ આપવાની માંગણીથી ફરી ગઈ. ત્યારે તેમણે કહ્યું કે, પરંપરાની રક્ષા થવી જોઈએ.
  • 2017માં સુપ્રીમ કોર્ટે આ કેસ બંધારણીય બેન્ચને સોંપી દીધો. 28 સપ્ટેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટ મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી. ત્યારપછી પુન:વિચાર અરજી દાખલ કરવામાં આવી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ