નાઇજીરિયામાં તાજેતરનો સૌથી મોટો હુમલો સામે આવ્યો છે. અહીંના સેંટ્રલ બેન્યૂ સ્ટેટના એક યેલેવાટા ગામમાં બંદુકધારીઓએ હુમલો કર્યો હતો અને આશરે ૧૦૦ લોકોની ક્રૂરતાથી હત્યા કરી હતી. હુમલાખોરોએ મોટાભાગના લોકોને રૂમમાં બંધ કર્યા હતા અને બાદમાં આગ લગાવી દીધી હતી, જેને કારણે લોકો ગોળીબાર ઉપરાંત જીવતા સળગી જવાથી મોતને ભેટયા હતા.