એરલાઇન્સો દ્વારા વસૂલવામાં આવતા બેફામ ભાડાં સામે સુપ્રીમ કોર્ટે ધોકો પછાડયો છે. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે બે અઠવાડિયાની અંદર ભારતીય વાયુયાન અધિનિયમ ૨૦૨૪ હેઠળ એરલાઇન્સને લગતા નિયમો ઘડીને તેમની સમક્ષ મૂકો, જેનું ધ્યેય ભારતીય ઉડ્ડયન ક્ષેત્રના આધુનિકીકરણનું છે.
ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે આ નિયમો તેમની સમક્ષ સીલ કવરમાં મૂકવામાં આવે. પછી ભલેને આ નિયમ સંસદમાં રજૂ કરાય તે બાબત પ્રસ્તુત રહેતી નથી. સામાજિક કાર્યકર એસ લક્ષ્મીનારાયણની અરજીના આધારે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.તેમણે માંગ કરી છે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પારદર્શકતા અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત અને સ્વતંત્ર નિયમનકાર નીમવામાં આવે. આ ઉપરાંત હવાઈભાડામાં અકલ્પનીય રીતે થતી વધઘટ અને ખાનગી એરલાઇન્સ દ્વારા બેફામ રીતે લાદવામાં ચાર્જિસને પણ રેગ્યુલેટરી ગાઇડલાઇન્સ દ્વારા નિયંત્રિત કરવામાં આવે.




1166.jpg)


7.jpg)
826.jpg)
5.jpg)
16.jpg)
16.jpg)
961.jpg)
77.jpg)
200.jpg)
1217.jpg)





