Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસનાનેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ ક્રિમિનલ માનહાનિ કેસમાં ટ્રાયલની કાર્યવાહી પર રોક લગાવી છે. આ કેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'કમાન્ડર-ઇન-થીફ' ગણાવતી તેમની કથિત ટિપ્પણી પર ચાલી રહ્યો છે. આ કેસની સુનાવણી જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અપરેશ કુમાર સિંહની બેન્ચે કરી હતી. રાહુલ ગાંધી તરફથી સીનિયર વકીલ અભિષેક મનુ સિંઘવી બેન્ચ સામે હાજર થયા હતા.
બેન્ચે બોમ્બે હાઇકોર્ટના 8 સપ્ટેમ્બરના તે આદેશ વિરૂદ્ધ રાહુલ ગાંધીની અરજી પર 4 અઠવાડિયામાં જવાબ આપતી નોટિસ જાહેર કરી છે જેમાં ક્રિમિનલ માનહાનિ કેસને રદ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. બેન્ચે કહ્યું, 'નોટિસ જાહેર કરીને 4 અઠવાડિયામાં જવાબ આપો. આ વચ્ચે ટ્રાયલ કોર્ટ સામે આગળની કાર્યવાહી પર રોક રહેશે.'
 

આજની વાત

હેડલાઈન્સ

રાજનીતિ

ભારત

વિશ્વ