અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ફરી વાતચીત શરૂ થવાના સંકેત આપ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ટ્રમ્પના મતે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં જ બીજી વખત મંત્રણા શરૂ થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે, ‘આગામી બે દિવસમાં કંઈ થવાનું છે. અમે ત્યાં ફરી જવા ઈચ્છુક છીએ.’ અગાઉ શનિવાર અને રવિવારે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાયેલી મંત્રણા નિષ્ફળ ગઈ હતી. આ સાથે ટ્રમ્પે પાકિસ્તાની સેનાના વડા, ફીલ્ડ માર્શલ આસિમ મુનીરના વખાણ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે, ‘વાતચીતના ટેબલ પર મુનીર સારો વ્યવહાર કરી રહ્યા છે. તેઓ ખુબ જ શાનદાર છે. આ જ કારણે અમે ફરી ત્યાં જવા ઈચ્છુક છીએ.




358.jpg)


939.jpg)
732.jpg)
773.jpg)
1183.jpg)
1026.jpg)
1158.jpg)
209.jpg)
236.jpg)
288.jpg)





