વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 9 જુલાઈના રોજ સર્જાયેલા આ દુર્ઘટના બાદ લટકી રહેલા ટ્રક ઉપર આજે પણ સૌ કોઇની નજર છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના પર છેલ્લા 10 દિવસથી લટકતા ટ્રકનો માલિક ટ્રકને ઉતારવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.