ગૂજરાત વિદ્યાપીઠના આદરણીય કુલાધિપતિશ્રી તથા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણનો પણ સમાવેશ
- પદવીદાન સમારોહમાં કુલ 459 વિદ્યાર્થીઓ હાજર રહેશે.
મહાત્મા ગાંધીજી દ્વારા ઇ.સ. 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં આવનારી 11 ઓક્ટોબર, 2025ના રોજ સાંજે 5 વાગ્યે 71મો પદવીદાન સમારોહ યોજાવાનો છે. આ વર્ષે સમારોહમાં ભારત દેશના આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના આદરણીય કુલાધિપતિશ્રી તથા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિદ્યાપીઠના ટ્રસ્ટીગણ સહિત અન્ય અતિથિગણ પણ ઉપસ્થિત રહેશે.
આ વર્ષે પદવીદાન માટે કુલ 713 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેમાં ગૂજરાત વિદ્યાપીઠની 7 વિદ્યાશાખાઓના 18 વિભાગોમાંથી પી.એચ.ડી., એમ.ફિલ., પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર, અન્ડર ગ્રેજ્યુએશન આફ્ટર ગ્રેજ્યુએશન અને અન્ડર ગ્રેજ્યુએશન જેવા વિવિધ અભ્યાસક્રમોના પદવીધારકોનો સમાવેશ થાય છે. તેમાં 347 વિદ્યાર્થીનીઓ અને 366 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાંથી કુલ 459 પદવીધારકોએ સમારોહમાં હાજરી આપવા માટે નોંધણી કરી છે, જ્યારે 9 પદવીધારકો સુવર્ણ ચંદ્રકથી સન્માનિત થવાના છે.
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠનો વાર્ષિક અહેવાલ જાહેર કરવામાં આવશે તેમજ આવનારા નવેમ્બર માસમાં યોજાનાર “ગ્રામજીવન યાત્રા”ના પ્રતીકનું વિમોચન પણ થશે.
ગૂજરાત વિદ્યાપીઠનો આ પદવીદાન સમારોહ માત્ર એક શૈક્ષણિક વિધિ નથી, પરંતુ રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષણની ભાવના અને ગાંધીજીના શિક્ષણ તત્વજ્ઞાનને ઉજાગર કરવાનો અવસર છે.




140.jpg)


331.jpg)
409.jpg)

467.jpg)
538.jpg)
601.jpg)
677.jpg)
723.jpg)
774.jpg)





