Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 15 દિવસથી ચાલતા યુદ્ધની અસર ભારતમાં નાગરિકોને થઈ રહી છે. દેશમાં એલપીજીનો પર્યાપ્ત જથ્થો હોવાના કેન્દ્ર સરકારના દાવાઓ છતાં લોકોએ રાંધણ ગેસની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં સરકારે કમર્શિયલ એલપીજીનું વેચાણ પણ બંધ કરી દીધું હતું. જોકે, હવે પેટ્રોલિયમ મંત્રાલયે શનિવારે કહ્યું કે, દેશના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરનું વેચાણ ફરી શરૂ કરી દેવાયું છે. બીજીબાજુ હોર્મુઝની ખાડીમાંથી પસાર થયેલા ભારતના બે એલપીજી ટેન્કર સોમવારે અને મંગળવારે ગુજરાતના બંદરો પર પહોંચી જશે. આ સાથે દેશમાં એલપીજી સંકટ પૂરું થવાની શક્યતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ