ગુજરાત સરકારે વર્ષ 2024 અને 2025 દરમિયાન પાવર એક્સચેન્જ પાસેથી ખરીદેલી વીજળીના આંકડા વિધાનસભામાં જાહેર કર્યા છે. સરકારના લેખિત જવાબ મુજબ, વર્ષ 2024માં ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પાસેથી 129.21 મિલિયન યુનિટ, પાવર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા પાસેથી 39.08 મિલિયન યુનિટ અને હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ પાસેથી 118.45 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી હતી. જ્યારે વર્ષ 2025માં ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ પાસેથી 68.48 મિલિયન યુનિટ, પાવર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા પાસેથી 36.29 મિલિયન યુનિટ અને હિન્દુસ્તાન પાવર એક્સચેન્જ પાસેથી 5.48 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી હતી. રાજ્યમાં વીજળીની માંગ વધતા જરૂરિયાત મુજબ પાવર એક્સચેન્જમાંથી વીજળી ખરીદવામાં આવી હોવાનું સરકારે લેખિત જવાબમાં જણાવ્યું છે.




62.jpg)


52.jpg)
49.jpg)
69.jpg)
111.jpg)
236.jpg)

29.jpg)
31.jpg)
36.jpg)
