વંદે માતરમ્ સહ જણાવવાનું કે હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્ર નો વહીવટ ખંભોળે ચડયો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસ ને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાંથી કરાવવું એ જાણે એક યુદ્ધ લડવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓ થી લઇ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઇ ગયેલ છે. અધિકારીઓ (કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશ્નર તથા અન્ય વગેરે) પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારશ્રીના સચિવશ્રી ઓ સાથે વિડિઓ કોન્ફરન્સ ના માધ્યમ થી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિ ને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે, સરકારશ્રી ને હકીકતો થી દૂર રાખવામાં આવે છે. પ્રજા અને જનપ્રતિનિધિ થી પણ ઉપ્પર પોતાને જ સરકાર સમજી અંધાધુન વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે જેનાથી સરકાર ની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલ કાર્યો કરવામાં આવતા નથી, ઉપર થી અધિકારીઓ દ્વારા પ્રજા ને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યશ્રી ની મદદ કેમ માંગી? આ પ્રમાણે ની ખરાબ માનસિકતા એ સુચારુ ૩૫ થી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નથી. અમો વડોદરા જિલ્લાના ધારાસભ્યો એ અગાઉ પણ આ પ્રમાણે ની મૌખિક રજૂઆત કરી હતી અને હવે વિનંતી કરી રહ્યા છે કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓ ને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલ પ્રજાના કામો ને પ્રાધાન્યતા આપી પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે સાથે જ જરૂરી સામે કડક પગલાં લેવામાં
આવે.
શૈલેષ મહેતા (સોટ્ટા)
ધારાસભ્ય-ડભોઇ
કેતન ઇનામદાર ધારાસભ્ય-સાવલી
ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય-વાઘોડિયા
અક્ષય પટેલ ચૈતન્યસિંહ ઝાલા ધારાસભ્ય-કરજણ
ધારાસભ્ય-પાદરા




423.jpg)


5.jpg)
21.jpg)
25.jpg)
36.jpg)
117.jpg)
127.jpg)
154.jpg)
316.jpg)
704.jpg)





