Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયા (TRAI)એ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, એ પ્રમાણે મોબાઈલ નંબર 11 આંકડાનો કરી દેવાથી યુઝર્સની ક્ષમતા 1000 કરોડ સુધી પહોંચી શકશે. 10 આંકડાના મોબાઈલ નંબરની ક્ષમતા હવે પૂરી થવામાં છે.

TRAIએ પ્રસ્તાવમાં કહ્યું હતું કે બધા નવા નંબરમાં આગળ 9 ઉમેરવાથી મોબાઈલ નંબરની કુલ ક્ષમતા 1000 કરોડની થઈ જશે. અત્યારે 10 આંકડાના નંબરથી દેશમાં કુલ 700 કરોડ સીમકાર્ડ વેંચાય તેટલી ક્ષમતા છે. એ ક્ષમતાની લિમિટ આવી જાય તે પહેલાં 11 આંકડાનો નંબર કરવાની ભલામણ TRAIએ કરી છે.

10 આંકડાના નંબર્સને 11 આંકડાંમાં બદલી નાખવાથી અસંખ્ય નવા નંબર્સ અવેલેબલ થઈ જશે. અત્યારે લગભગ 70 ટકા સુધીના નંબર્સ ફાળવી દેવાયા છે. અત્યારની 10 આંકડાની પોલિસી પ્રમાણે 700થી વધારે કનેક્શન શક્ય બનશે નહીં.

આ સિવાય ટ્રાઇએ ફિક્સ્ડ લાઈનથી કોલ કરતી વખતે મોબાઇલ નંબરની આગળ '0' મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અત્યારે નંબરની શરૂઆતમાં શૂન્ય ઉમેર્યા વિના પણ લેન્ડલાઇનથી મોબાઇલ નંબરો પર કોલ કરી શકાય છે. TRAIએ જણાવ્યું હતું કે ફિક્સ નેટવર્કમાંથી મોબાઇલ પર કોલ કરવા માટે શૂન્ય લગાવવો ફરજિયાત કરવાથી લેવલ 2, 3, 4 અને 6 ના તમામ ફ્રી સબ-લેવલને મોબાઇલ નંબર તરીકે ઉપયોગ કરી શકાય છે.

આ સિવાય TRAIએ નવી નેશનલ નંબરિંગ યોજના પણ સૂચવી છે, જે શક્ય તેટલી વહેલી તકે ઉપલબ્ધ કરાવવાની છે. આ ઉપરાંત, TRAIએ ડોંગલ્સ માટે વપરાયેલા મોબાઈલ નંબરને 10 અંકોથી વધારીને 13 અંક કરવાની પણ વાત કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ