યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અફીણની ગેરકાયદેસર ખેતીને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને આવકાર્યા હતા. સાથે જ, તેમણે ભારત, ચીન અને પાકિસ્તાનનો સમાવેશ ડ્રગ્સની હેરફેર અને ગેરકાયદેસર ઉત્પાદન કરતા ૨૩ મુખ્ય દેશોની યાદીમાં કર્યો હતો અને તેમના નેતાઓને આ મુદ્દાનું નિરાકરણ લાવવા અનુરોધ કર્યો હતો.
અમેરિકી કોંગ્રેસ માટે રાષ્ટ્રપતિના એક નિર્ણયમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ અમેરિકા-ભારત ડ્રગ્સ પૉલિસી ફ્રેમવર્ક મારફતે સતત સહયોગની આશા રાખે છે. બુધવારે સાર્વજનિક કરવામા આવેલા સત્તાવાર નિર્દેશમાં તેમણે કહ્યું, 'હું ગેરકાયદેસર અફીણની ખેતીને રોકવા માટે પ્રધાનમંત્રી મોદી અને ભારત સરકારના પ્રયાસોનું સ્વાગત કરુ છું.'
ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે મોટા ડ્રગ્સ ટ્રાન્જિટ કે ગેરકાયદેસર ડ્રગ્સ બનાવતા દેશોની લિસ્ટમાં આવવું, ભૂગળ, વેપાર અને અર્થવ્યવસ્થાની અસલિયતને માનવું છે, ન કે કોઈ સરકારની ઈમાનદારી પર કોઈ નિર્ણય.




19.jpg)


30.jpg)
2.jpg)
31.jpg)
23.jpg)
5.jpg)
44.jpg)
19.jpg)
80.jpg)
218.jpg)
