-
અમેરિકાની એક ફેડરલ અદાલતે વર્જીનિયા યુનિ.ના એક વિદ્યાર્થી ઓટો વાર્મબિયર પર અત્યાચાર ગુજારીને તેની ખરાબ હાલતમાં મોત બદલ ઉત્તર કોરિયાને જવાબદાર ઠેરવીને 50 કરોડ ડોલર એટલે કે અંદાજે 350 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કેસ એવો હતો કે આ વિદ્યાર્થી ગ્રુપમાં ઉ.કોરિયાના પ્રવાસે ગયો ત્યારે ત્યાં પ્રચાર-પ્રસારનું એક પોસ્ટરની ચોરી કરવાનો આરોપ લગાવીને તેને 15 વર્ષની સખ્ત કેદની સજા કોરિયાએ આપી હતી. જો કે ત્યારબાદ અમેરિકા દ્વારા તેને મુક્ત કરાવ્યો ત્યારે તેના પર અત્યાચારો ગુજારવામાં આવ્યાં હોવાના પુરાવા મળ્યા હતા. અમેરિકા પહોંચ્યા બાદ શારિરીક અને માનસિક અત્યાચારને કારણે થોડાક જ સમયમાં તેનું નિધન થતાં ઉ.કોરિયા સામે કેસ કરવામાં આવ્યો હતો.
-
(કોરિયાએ છાત્રની ધરપકડ કરી તે સમયની તસ્વીર)