અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન પર પ્રતિબંધો લાદતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદાનો ઉદ્દેશ્ય રશિયા અને તેની પાસેથી મોટી માત્રામાં ઊર્જા (જેમ કે તેલ અને ગેસ) ખરીદતા દેશો જેમ કે, ચીન અને ભારત પર ભારે ટેરિફ (આયાત જકાત) લાદવાનો છે. આ કાયદા હેઠળ, રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો પર 100 ટકા સુધીની ટેરિફ લાદવાની સત્તા રાષ્ટ્રપતિ ટ્રમ્પને આપવામાં આવી છે.
શુક્રવારે (સ્થાનિક સમય મુજબ), વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે, પ્રમુખે 'લિન્ડસે ઓ. ગ્રાહમ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026' (H.R. 5334) પર હસ્તાક્ષર કર્યા છે, અને તેને કાયદાનું સ્વરૂપ આપ્યું છે. આ કાયદો રશિયા વિરુદ્ધ કાનૂની પ્રતિબંધો, ટેરિફ અને નિયંત્રણોને મંજૂરી આપે છે અને તેનો વ્યાપ વધારે છે. તે ઈરાન પરના હાલના પ્રતિબંધોની મુદત પણ લંબાવે છે. અગાઉ, બુધવારે 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' (અમેરિકી સંસદનું નીચલું ગૃહ) દ્વારા 'રશિયા અને ઈરાન પર પ્રતિબંધો લાદતો કાયદો' પસાર કરવામાં આવ્યો હતો.

16.jpg)

30.jpg)
2.jpg)
31.jpg)
23.jpg)
5.jpg)
44.jpg)
19.jpg)
80.jpg)
218.jpg)