Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોના મહામારીએ મચાવેલા હાહાકાર વચ્ચે અમદાવાદ બાદ હવે સુરત નવો હોટસ્પોટ બનીને ઉભરી આવ્યું છે. જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતનાં અધિકારીઓએ આજે સુરતની મુલાકાત લીધી હતી. આ બેઠકમાં કલેક્ટર કચેરી ખાતે મનપા કમિશનર, અધિકારી, ધારાસભ્યો અને સરકારી હોસ્પિટલનાં અધિકારી-ડોક્ટરો સહિતનાં ટોચનાં હોદ્દેદારો હાજર રહ્યાં હતાં.

સુરતમાં સમીક્ષા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે  જુનમાં કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યાં, ધનવંતરી રથના પ્રયોગથી અમદાવાદના કેસોમાં ઘટાડો થયો, સુરતમાં કોવિડ-19 માટે કિડની હોસ્પિટલ અને સ્ટેમ સેલ હોસ્પિટલ પાછળ 100 કરોડ રૂપિયા ખર્ચે કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.

વધુમાં CM રૂપાણીએ કહ્યું કે, કોરોના સામેની લડાઇ છે લાંબી, માસ્ક ન પહેરનાર અને નિયમાનું પાલન નહીં કરનાર સામે કડક પગલાં લેવાશે. સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં નિયમનું ઉલ્લંઘન થશે તો માર્કેટ બંધ કરાવવામાં આવશે આ અંગે આવતીકાલે અધિકારીઓ બેઠક કરશે અને સોમવાર સુધીમાં નિર્ણય લેવામાં આવશે.

સુરતની મુલાકાત બાદ CM રૂપાણીએ કરેલી મહત્વની જાહેરાતોઃ
- રૂ.100નાં ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ.
- કોરોનાનાં દર્દીને અદ્યતન સારવાર અપાશે.
- સુરતમાં 100 ધન્વતરી રથ 500 સ્થળોએ ફરશે.
- સુરતમાં બે દિવસમાં 200 વેન્ટિલેટર પહોંચાડાશે.
- કોરોના દર્દીને મોબાઇલ વાપરવાની અપાઇ છૂટ.
- બેડ ઓછા હોય તેવી કયાંય ફરિયાદ નહીં આવે.
- રોજ સાંજે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિ પર સમીક્ષા.
- સંક્રમણ રોકવા નિયમ નહીં પળાય તો ફેકટરી બંધ કરાશે.
- ડાયમંડ-ટેક્ષટાઇલ ફેકટરી અંગે આગામી સમયમાં લેવાશે નિર્ણય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ