પીએમ મોદીએ સરકારના વડા તરીકે 25 વર્ષ પૂરા થવાના અવસર પર 'વિકાસિત ભારત સંકલ્પ સભા'ને સંબોધિત કરતા જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે આ સફળતા જનતાના આશીર્વાદ અને સહયોગનું પરિણામ છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, '7 ઓક્ટોબરે જ્યારે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ આ પડાવ પણ આવશે. 25 વર્ષની સેવા પૂરી થવી મારા માટે ખુશીનો અવસર છે. આ દેશની જનતાના આશીર્વાદનું પરિણામ છે. જનતાને નમન અને એનડીએ (NDA), તમામ મંત્રીઓ અને નેતાઓનો પણ આભાર. આ 25 વર્ષોમાં યોજાયેલા અનેક ચૂંટણીઓમાં જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે પણ આભાર અને 'સેવા જ્યોતિ યાત્રા'માં સામેલ તમામ લોકોને અભિનંદન.'
પોતાના 25 વર્ષના સફરને યાદ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, 'મારા જીવનમાં કોઈ પણ ઘટના વ્યર્થ ગઈ નથી. જેણે મને જીતાડ્યો મને વિનમ્ર બનતા શીખવ્યું, જ્યારે જેણે પડકાર્યો કે હાર આપી ત્યારે ફરીથી ઊભા રહેતા શીખવ્યું. શુભચિંતોકોએ પ્રોત્સાહિત કર્યો અને આલોચકોએ મને પોતાની અંદર ડોકિયું કરવાની તક આપી.'
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ સરકારના વડા તરીકે 25 વર્ષ પૂરા કરી લીધા છે. તેમણે 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ત્યારબાદ 26 મે, 2014ના રોજ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રકારે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે તેમને જનસેવા કરવામાં 25 વર્ષ પૂરા થયા છે.







84.jpg)
127.jpg)
246.jpg)
2.jpg)
3.jpg)
2.jpg)
4.jpg)
4.jpg)
6.jpg)
