Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 8 માર્ચ, 2026ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ છે. 1 લાખથી વધુ પ્રેક્ષકો અને અનેક VIP મહેમાનોની સુરક્ષિત અવરજવર માટે અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર ચુસ્ત ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફાઇનલ મેચને લઈને સ્ટેડિયમ ખાતે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જુઓ પોલીસ કમિશનરે શું કહ્યું?
ભારત અને ન્યૂઝીલેન્ડની T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા હેતુ પોલીસ અધિકારી-કર્મીની ટીમ તૈનાત રહેશે. જેમાં 8-DCP, 14-ACP સહિત  27 PI, 91 PSI, 1800 પોલીસકર્મીની ટીમ બંદોબસ્તમાં રહેશે. આ સાથે સ્ટેડિયમમાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ(BDDS) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(NDRF)ની ટીમ પણ ઉપસ્થિત રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ