ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યમંત્રી વિજય રુપાણીએ એક જ દિવસમાં અગિયાર કાર્યક્રમોમાં લોકાર્પણો અને ઉદઘાટન કર્યા. તો બીજી તરફ વટવામાં ઉલટી સ્થિતિ છે. અહીં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં તકતી લાગી ચૂકી છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હાથે 2 મે,2017એ લોકાર્પણ લખ્યું છે, પણ લોકાર્પણ થયું નથી. અહીંના કોર્પોરેટર કહે છે કે પ્રદિપસિંહને ઉદઘાટન માટે સમય ન મળતા પ્રજાને પાણી મળતું નથી.
Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio