Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઈમાં થાણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર બુધવારે રાતે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. 24 વર્ષીય મીનાક્ષી જાધવ તેના પતિ સંદેશ જાધવ સાથે થાણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10 પર પહોંચી હતી. અહીંથી લોકલ ટ્રેન દ્વારા તેઓ ઘાટકોપરની હોસ્પિટલમાં ચેકએપ માટે જવાના હતા. પરંતુ ટ્રેનમાં ચડે તે પહેલા જ મીનાક્ષીને પ્રસવ પીડા ઉપડી હતી.   જે બાદ તેના પતિએ મદદ માટે લોકોની મદદ માંગી હતી. થોડી જ મિનિટોમાં રેલવે પ્રોટેક્શન ઓફિસર (RPF) શોભા મોથે અને અન્ય મહિલાઓ મદદ માટે આવી પહોંચી અને મીનાક્ષીને કવર કરી દીધી હતી. થોડી મિનિટોમાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો.   હાલ માતા અને નવજાતને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યાં તેમને કોઈ જોખમ ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ