ભારતીય નાગરિકતા આપવા માટેના કાયદામાં કરાયેલા સુધારા એટલે કે સીએએ હેઠળ પ્રથમ જુથને નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. સીએએનો અમલ થયો તેના બે મહિના બાદ બુધવારે દિલ્હીમાં ૧૪ લોકોને નાગરિકતાનું સર્ટિફિકેટ ગૃહ સચિવના હસ્તે આપવામાં આવ્યું હતું. જ્યારે આશરે ૩૦૦ લોકોની ભારતીય નાગરિકતા મંજૂર કરાઇ છે. ગૃહ મંત્રી અમિત શાહે આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. સાથે જણાવ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં દસકાઓથી જે લોકો ધર્મના આધારે થતા અત્યાચારો સહન કરી રહ્યા હતા તેમની પ્રતિક્ષાનો અંત આવ્યો છે.