દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે ત્યારે લાપરવાહી નહીં વર્તવાના દેશજોગ સંદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશના નાગરિકોએ ભૂલવું ન જોઇએ કે લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે પરંતુ કોરોનાનો વાઇરસ હજુ આપણી આસપાસ છે અને ગયો નથી. સમયની સાથે આર્િથક પ્રવૃત્તિઓમાં વેગ આવી રહ્યો છે. મોટાભાગના લોકો પોતાની જવાબદારી નિભાવવા અને ફરી જીવનને ગતિ આપવા માટે દરરોજ ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે. તહેવારોની સિઝનના કારણે બજારોમાં રોનક પાછી ફરી રહી છે પરંતુ આપણે ભૂલવું જોઇએ નહીં કે, લોકડાઉન ભલે હટાવી લેવામાં આવ્યું હોય પરંતુ કોરોનાનો વાઇરસ હજુ ગયો નથી. કોરોના સામેની લડાઇમાં આપણે અત્યાર સુધી જનતા કરફ્યૂથી માંડીને લાંબી મુસાફરી કરી છે. છેલ્લા આઠ મહિનામાં દરેક ભારતીયના પ્રયાસના કારણે ભારતમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે જેને આપણે વણસવા દેવી જોઇએ નહીં.