રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ ધર્મમાં જાતિના ભેદભાવનો અંત લાવવા માટે 'એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન'નો મંત્ર આપ્યો છે. મોહન ભાગવતે આદર્શો અપનાવીને સામાજિક સમરસતા માટે પ્રયાસો કરવા હાકલ કરી છે. મોહન ભાગવત પાંચ દિવસની અલીગઢ મુલાકાતે છે.જ્યાં તેમણે હિન્દુ સમાજમાં જાતિગત ભેદભાવનો અંત લાવવાની ભારપૂર્વક અપીલ કરી છે. અલીગઢની મુલાકાતે આવેલા મોહન ભાગવતે બે મુખ્ય શાખાઓ, એચબી ઇન્ટર કોલેજ અને પંચન નગરી પાર્ક ખાતે સ્વયંસેવકોને સંબોધિત કર્યા હતા.