ઓડિશા વિજિલન્સ વિભાગના અધિકારીઓએ ભુવનેશ્વર ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય એન્જિનિયર બૈકુંઠનાથ ષંડગીના કેટલાક સ્થળો પર દરોડા પાડયા હતા અને અનુગુલ સ્થિતિ આવાસ સહિત સાત સ્થળો પર થયેલા દરોડામાં રૂ. ૨.૫૧ કરોડની રોકડ જપ્ત કરી હતી, જેમાં અનુગુલ આવાસ પરથી રૂ. ૧.૩૦ કરોડ અને ભુવનેશ્વર સ્થિત આવાસથી ૧.૧૦ કરોડની રોકડનો સમાવેશ થાય છે.