દેશમાં અત્યારે એક તરફ કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહ્યી છે તો ક્યાંક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશમાં ચોમાસું ક્યારે બેસશે તેનું અનુમાન અને તારીખ જણાવી છે. હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળમાં પહોંચવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં લગભગ 7 દિવસના આગળ-પાછળના વિરામ સાથે પ્રવેશે છે. આ પછી તે સામાન્ય રીતે ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.