Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહેસાણા બેઠક પર ભાજપમાંથી શારદાબેન પટેલને ટીકીટ આપી છે. તેઓના જીવન કારકિર્દી તરફ નજર કરીએ તે ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે. ઉપરાંત શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ ખૂબ જ ઊંડો રસ ધરાવનાર છે.

મહેસાણાની આગવી ઓળખ બનેલી ગણપત યુનિવર્સિટીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ સ્વ.અનિલભાઈ પટેલના ધર્મપત્ની વિસનગરના સહકારી ક્ષેત્રના સેનાની એવા સ્વ.સાંકળચંદ કાલિદાસના પૌત્રી છે, એટલું જ નહીં તેમના સસરા સ્વ.ત્રિભોવનભાઈ પટેલ પણ એક સહકારી ક્ષેત્ર તેમજ ખેડૂત ક્ષેત્રના આગેવાન હતા. શારદાબેન હાલમાં સ્ત્રી કેળવણી ઉત્તેજક મંડળ, અમદાવાદનાં વાઇસ પ્રેસિડન્ટ અને ટ્રસ્ટી છે.

આ ઉપરાંત તેઓ એમ.જી.પટેલ સૈનિક સ્કૂલ ફોર ગર્લ્સ ગણપત વિદ્યાનગરનાં પ્રેસિડેન્ટ છે. તેમજ ધરતી વિકાસ મંડળ અમદાવાદનાં ડાયરેક્ટર છે. મહિલા ધરતી પરિવાર, મહેસાણાનાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલ શારદાબેન હાલમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગરનાં ટ્રસ્ટી તેમજ દર્દી લોકલ્યાણ ટ્રસ્ટ અમદાવાદનાં પણ ટ્રસ્ટી છે. તથા મહેસાણા લાયન્સ ક્લબનાં પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. શારદાબેને વિસનગરની એમ.એન.કોલેજમાંથી એસ.વાય બી.એ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે.

શારદાબેન પટેલે મહેસાણા બેઠક પર ઉમેદવારી પત્ર ભરતી વખતે તેઓએ ૭૭ કરોડની સંપત્તિ જાહેર કરેલ છે અને તેઓની સ્વચ્છ પ્રતિભાવ ધરાવે છે અને કોઈ ફોજદારી કેસ થયેલ નથી

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ